GSSSB Recruitment 2026: સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશની 41 જગ્યાઓ માટે ભરતી

GSSSB Recruitment 2026 :ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જાહેરાત ક્રમાંક 457/2026-27 હેઠળ વર્ગ-3ના સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશના કુલ 41 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ભરતી નિયામકશ્રી, આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની કચેરી, ગાંધીનગર હેઠળની જગ્યાઓ માટે છે.આજે આપણે આ ભરતી વિષે ની તમામ માહિતી મેળવીશું .

GSSSB Recruitment 2026 Overview | GSSSB Research Assistant and Statistical Assistant Recruitment 2026

વિગતોમાહિતી
ભરતી સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
જાહેરાત ક્રમાંક457/2026-27
વિભાગનિયામકશ્રી, આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની કચેરી, ગાંધીનગર
પોસ્ટનું નામસંશોધન મદદનીશ, વર્ગ-3 અને આંકડા મદદનીશ, વર્ગ-3
કુલ જગ્યાઓ41
સંશોધન મદદનીશ18
આંકડા મદદનીશ23
જોબ લોકેશનગુજરાત
અરજી મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઇટgsssb.gujarat.gov.in

GSSSB Recruitment 2026 Important Dates

કાર્યક્રમતારીખ
ઓનલાઈન અરજી શરૂ09/09/2026, બપોરે 02:00 કલાકે
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ23/09/2026, રાત્રે 11:59 કલાક સુધી
પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ26/09/2026, રાત્રે 11:59 કલાક સુધી
પરીક્ષા તારીખમંડળ દ્વારા પછી જાહેર કરવામાં આવશે

ઓનલાઈન અરજી 09 સપ્ટેમ્બર 2026થી 23 સપ્ટેમ્બર 2026 સુધી કરી શકાશે. પરીક્ષા ફી 26 સપ્ટેમ્બર 2026 સુધી ઓનલાઈન ભરવાની રહેશે.

GSSSB Recruitment 2026 Application Fee

કેટેગરીપરીક્ષા ફી
બિનઅનામત વર્ગ₹500/-
અનામત વર્ગ₹400/-

અનામત વર્ગમાં તમામ કેટેગરીની મહિલાઓ, SEBC, SC, ST, EWS, દિવ્યાંગ અને એક્સ-સર્વિસમેન ઉમેદવારોનો સમાવેશ થાય છે. પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારોને ભરેલી પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે.

પરીક્ષા ફી માત્ર ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે. ફી ભર્યા બાદ તેની રસીદ અથવા ઈ-રસીદ સાચવી રાખવાની રહેશે.

GSSSB Recruitment 2026 Vacancies

પોસ્ટનું નામકુલ જગ્યાઓ
સંશોધન મદદનીશ, વર્ગ-318
આંકડા મદદનીશ, વર્ગ-323
કુલ41

જાહેરાતમાં દર્શાવેલી જગ્યાઓમાં વધઘટ થવાની શક્યતા મંડળે દર્શાવી છે. અનામત જગ્યાઓ મૂળ ગુજરાતના અનામત વર્ગના ઉમેદવારો માટે છે.

GSSSB Recruitment 2026 Eligibility, Qualification & Age Limit

શૈક્ષણિક લાયકાત

સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ બંને સંવર્ગ માટે ભરતી નિયમો મુજબ ઉમેદવાર પાસે નીચે મુજબની લાયકાત હોવી જોઈએ:

  • માન્ય યુનિવર્સિટી અથવા માન્ય શૈક્ષણિક સંસ્થા પાસેથી સંબંધિત Post Graduate Degree અથવા
  • Statistics, Applied Statistics, Mathematical Statistics, Business Statistics, Economics, Applied Economics, Business Economics, Econometrics, Mathematics, Applied Mathematics અથવા Advanced Statistics મુખ્ય વિષય તરીકે ધરાવતી Bachelor’s Degree.
  • ઉમેદવારને રાજ્ય સરકારના નિયમો મુજબ કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.
  • ઉમેદવારને ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.

કોમ્પ્યુટર લાયકાત

ઉમેદવાર પાસે કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ હોવાના પ્રમાણપત્ર/માર્કશીટ અથવા માન્ય યુનિવર્સિટી/સંસ્થામાં કોમ્પ્યુટર સંબંધિત કોર્સ, ડિગ્રી, ડિપ્લોમા અથવા સર્ટિફિકેટ હોવું જોઈએ.

ધોરણ 10 અથવા ધોરણ 12માં કોમ્પ્યુટર વિષય સાથે પરીક્ષા પાસ કરેલ હોય તો પણ તે અંગેનું પ્રમાણપત્ર માન્ય રહેશે. જોકે આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે, પરંતુ નિમણૂક પહેલાં જરૂરી કોમ્પ્યુટર બેઝિક નોલેજનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

ઉંમર મર્યાદા

23/09/2026ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

ઉમેદવાર કેટેગરીઉંમરમાં છૂટછાટ
સામાન્ય કેટેગરીની મહિલા5 વર્ષ
અનામત કેટેગરીના પુરુષ5 વર્ષ
અનામત કેટેગરીની મહિલા10 વર્ષ
સામાન્ય કેટેગરીના દિવ્યાંગ પુરુષ10 વર્ષ
સામાન્ય કેટેગરીની દિવ્યાંગ મહિલા15 વર્ષ
અનામત કેટેગરીના દિવ્યાંગ પુરુષ15 વર્ષ
અનામત કેટેગરીની દિવ્યાંગ મહિલા20 વર્ષ
માજી સૈનિકફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષ સુધી

ઉપરોક્ત છૂટછાટમાં મહત્તમ ઉંમર 45 વર્ષની મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ, નોન-ક્રીમીલેયર, EWS વગેરે માટે 23/09/2026ની સ્થિતિ ધ્યાનમાં લેવામાં આવશે.

GSSSB Recruitment 2026 Selection Process

GSSSB દ્વારા આ ભરતી માટે એક તબક્કાની હેતુલક્ષી MCQ પ્રકારની CBRT/OMR સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા Part-A અને Part-B એમ બે ભાગમાં હશે.પરીક્ષામાં કુલ 210 પ્રશ્નો અને 210 ગુણ રહેશે. Part-A માટે 90 ગુણ અને Part-B માટે 120 ગુણ રહેશે. પરીક્ષા માટે કુલ 3 કલાક એટલે કે 180 મિનિટનો સમય મળશે. ખોટા જવાબ માટે પ્રશ્નને ફાળવેલા ગુણના 1/4 ગુણની નેગેટિવ માર્કિંગ રહેશે.સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ માટે Part-Bમાં સંબંધિત શૈક્ષણિક લાયકાતના વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે.

વધુમાં, વિધવા મહિલા ઉમેદવારોને નિયમ મુજબ સ્પર્ધાત્મક પરીક્ષાના ગુણમાં 5% ગુણનો લાભ અને માન્ય રમતગમતની કેટેગરીના પાત્ર ઉમેદવારોને પણ નિયમ મુજબ 5% ગુણનો લાભ આપવામાં આવશે.

GSSSB Recruitment 2026 Exam Pattern

Part-A

વિષયપ્રશ્નોગુણ
તાર્કિક કસોટીઓ તથા Data Interpretation3030
ગણિતીય કસોટીઓ3030
ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રીહેન્શન3030
કુલ9090

Part-B

વિષયપ્રશ્નોગુણ
શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો120120
કુલ120120

GSSSB Recruitment 2026 Online Application Process

ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબની પ્રક્રિયા અનુસરવાની રહેશે:

  1. OJAS વેબસાઇટ પર જવું.
  2. Online Application → Apply પર ક્લિક કરવું.
  3. GSSSB પસંદ કરવું.
  4. જાહેરાત ક્રમાંક 457/2026-27 પસંદ કરી Apply પર ક્લિક કરવું.
  5. Personal Details ભરવી.
  6. Educational Details ભરવી.
  7. Assuranceમાં જરૂરી શરતો સ્વીકારી Yes પસંદ કરવું.
  8. Save કર્યા બાદ Application Number જનરેટ થશે.
  9. Photograph અને Signature અપલોડ કરવા.
  10. Application ચકાસ્યા બાદ Confirm Application કરવું.
  11. Confirmation Number સાચવી રાખવો.
  12. Print Application કાઢીને સાચવી રાખવી.
  13. ત્યારબાદ ઓનલાઈન પરીક્ષા ફી ભરવી.

અરજી Confirm કર્યા બાદ તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકાશે નહીં. એકથી વધુ અરજી કરવામાં આવી હોય તો છેલ્લી Confirm થયેલી અરજી માન્ય ગણાશે અને અગાઉની અરજીઓ રદ થશે.

GSSSB Recruitment 2026 Important Links

લિંકવિગતો
Apply OnlineOJAS Gujarat
Official WebsiteGSSSB Gujarat
AdvertisementClick Here
Detailed SyllabusGSSSB Advertisement No. 457/2026-27

GSSSB Recruitment 2026 Conclusion

GSSSB દ્વારા સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ વર્ગ-3ની કુલ 41 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો 23 સપ્ટેમ્બર 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમેદવારોએ અરજી કરતા પહેલાં પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર અને અન્ય જરૂરી વિગતો ચકાસીને જ અરજી કરવી જોઈએ.

નોંધ: ઉપરોક્ત માહિતી જાહેરાત ક્રમાંક 457/2026-27માં આપવામાં આવેલી વિગતોના આધારે તૈયાર કરવામાં આવી છે. ભરતી પ્રક્રિયા સંબંધિત આગળની સૂચનાઓ માટે GSSSBની વેબસાઇટ જોતા રહેવું.

Leave a Comment