GSSSB Staff Nurse Recruitment 2026: સ્ટાફ નર્સની 131 જગ્યાઓ માટે ભરતી, લાયકાત, પગાર અને અરજીની સંપૂર્ણ માહિતી

GSSSB Staff Nurse Recruitment 2026: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા નર્સિંગ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા સ્ટાફ નર્સ, વર્ગ-3 સંવર્ગની કુલ 131 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે જાહેરાત ક્રમાંક 458/2026-27 પ્રસિદ્ધ કરવામાં આવી છે.

આ ભરતી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ નિયામકશ્રી, કામદાર રાજ્ય વીમા યોજનાની કચેરી માટે કરવામાં આવી રહી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો OJAS વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે. ભરતીની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છે.

GSSSB Staff Nurse Recruitment 2026 Overview

વિગતમાહિતી
ભરતી સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગઆરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
પોસ્ટનું નામસ્ટાફ નર્સ, વર્ગ-3
જાહેરાત નંબર458/2026-27
કુલ જગ્યાઓ131
નોકરીનું સ્થળગુજરાત
અરજી પ્રક્રિયાઓનલાઈન
અરજીની વેબસાઇટOJAS Gujarat
સત્તાવાર વેબસાઇટgsssb.gujarat.gov.in

Important Dates

કાર્યક્રમતારીખ
જાહેરાતની તારીખ28 સપ્ટેમ્બર 2026
ઓનલાઈન અરજી શરૂ28 સપ્ટેમ્બર 2026
અરજી કરવાની છેલ્લી તારીખ12 ઓક્ટોબર 2026
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ15 ઓક્ટોબર 2026
પરીક્ષાની તારીખપછીથી જાહેર થશે

ઉમેદવારોએ અરજી કરવાની છેલ્લી તારીખ પહેલાં OJAS વેબસાઇટ પર અરજી કન્ફર્મ કરવાની રહેશે. પરીક્ષાની તારીખ અને પ્રવેશપત્ર અંગેની માહિતી GSSSBની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

Application Fee (અરજી ફી)

કેટેગરીપરીક્ષા ફી
બિનઅનામત વર્ગ₹500
અનામત વર્ગ₹400

અનામત વર્ગમાં તમામ કેટેગરીની મહિલા ઉમેદવારો, SEBC, SC, ST, EWS, દિવ્યાંગ અને માજી સૈનિક ઉમેદવારોનો સમાવેશ થાય છે.

પરીક્ષા ફી ઓનલાઈન માધ્યમથી જ ભરવાની રહેશે. ફી ભરવા માટે Debit Card, Internet Banking, UPI અથવા Walletનો ઉપયોગ કરી શકાશે. પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળશે નહીં.

Vacancy Details (કુલ જગ્યાઓ)

GSSSB દ્વારા સ્ટાફ નર્સ વર્ગ-3 માટે કુલ 131 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.

કેટેગરીજગ્યાઓ
બિનઅનામત (General)46
EWS13
SEBC45
SC16
ST11
કુલ131

મહિલા ઉમેદવારો માટે કેટેગરી મુજબ અનામત જગ્યાઓ રાખવામાં આવી છે. જગ્યાઓની સંખ્યામાં ફેરફાર થવાની શક્યતા પણ જાહેરાતમાં દર્શાવવામાં આવી છે.

Educational Qualification (શૈક્ષણિક લાયકાત)

સ્ટાફ નર્સની પોસ્ટ માટે ઉમેદવાર પાસે નીચે દર્શાવેલી લાયકાત પૈકીની કોઈ એક લાયકાત હોવી જરૂરી છે.

1. માન્ય યુનિવર્સિટીમાંથી B.Sc. Nursingની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય હોવી જોઈએ.

2. ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી General Nursing and Midwifery (GNM) ડિપ્લોમા મેળવેલો હોવો જોઈએ.

3. ઉમેદવારને કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.

4. ઉમેદવારને ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.

જે ઉમેદવારો પાસે અરજી કરતી વખતે નર્સિંગ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન નથી, તેમણે નિમણૂક પહેલાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

Age Limit (વયમર્યાદા)

ઉમેદવારની ઉંમર 12 ઓક્ટોબર 2026ના રોજ નીચે મુજબ હોવી જોઈએ.

વિગતવયમર્યાદા
લઘુત્તમ ઉંમર18 વર્ષ
મહત્તમ ઉંમર35 વર્ષ

વયમર્યાદામાં છૂટછાટ

  • સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ.
  • અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ.
  • અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને કુલ 10 વર્ષની છૂટછાટ.
  • દિવ્યાંગ ઉમેદવારોને નિયમ મુજબ મહત્તમ 45 વર્ષની મર્યાદામાં છૂટછાટ.
  • માજી સૈનિક ઉમેદવારોને નિયમ મુજબ ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ.

વયમર્યાદાની છૂટછાટ માટે ઉમેદવારોએ સંબંધિત પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે.

Salary (પગારધોરણ)

સ્ટાફ નર્સ વર્ગ-3ની ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે દર મહિને ₹40,800નો ફિક્સ પગાર આપવામાં આવશે.

પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ ઉમેદવારની સેવા સંતોષકારક જણાય અને લાગુ પડતી શરતો પૂર્ણ થાય તો લેવલ-5 મુજબ ₹29,200 થી ₹92,300ના પગારધોરણમાં નિયમિત નિમણૂક માટે પાત્રતા રહેશે.

Selection Process (પસંદગી પ્રક્રિયા)

GSSSB સ્ટાફ નર્સ ભરતીમાં ઉમેદવારોની પસંદગી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા કરવામાં આવશે.

પસંદગી પ્રક્રિયામાં નીચે મુજબના તબક્કાઓનો સમાવેશ થાય છે:

  1. નર્સિંગ વિષયની પરીક્ષા
  2. ગુજરાતી ભાષાની પરીક્ષા
  3. બંને પેપરમાં મેળવેલા ગુણના આધારે મેરિટ લિસ્ટ

બંને પેપરમાં પાસ થવું ફરજિયાત છે. અંતિમ મેરિટ યાદી બંને પેપરમાં મેળવેલા કુલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.

Exam Pattern (પરીક્ષા પદ્ધતિ)

સ્ટાફ નર્સની સ્પર્ધાત્મક પરીક્ષામાં બે પેપર રહેશે. બંને પેપર MCQ પદ્ધતિથી લેવામાં આવશે.

પેપરવિષયગુણસમય
Paper-Iનર્સિંગ વિષય1002 કલાક
Paper-IIગુજરાતી ભાષા1002 કલાક
કુલ200

Paper-I: Nursing Subject

વિષયગુણ
Fundamental of Nursing20
Medical Surgical Nursing20
Midwifery and Pediatric Nursing20
Mental Health and Psychiatric Nursing20
Community Health Nursing20
કુલ100

નર્સિંગ વિષયનો અભ્યાસક્રમ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા નિર્ધારિત અભ્યાસક્રમ મુજબ રહેશે.

Paper-II: Gujarati Language

વિષયગુણ
ભાષા (Language)30
વ્યાકરણ (Grammar)40
સાહિત્ય (Literature)30
કુલ100

ગુજરાતી ભાષાનું પેપર માત્ર ગુજરાતીમાં રહેશે. તેનો વિગતવાર અભ્યાસક્રમ મંડળની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

નોંધ: બંને પેપરમાં ઓછામાં ઓછા 40% ગુણ મેળવવા જરૂરી છે. ખોટા જવાબ માટે પ્રશ્નના ગુણના 1/4 ગુણ કપાશે. નર્સિંગનું પેપર ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં આપી શકાશે.

How to Apply (અરજી કેવી રીતે કરવી?)

લાયકાત ધરાવતા ઉમેદવારો નીચે આપેલા સ્ટેપ્સ અનુસરીને ઓનલાઈન અરજી કરી શકશે.

  1. સૌપ્રથમ OJASની સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in  પર જાઓ.
  2. “Online Application” વિભાગમાં Apply પર ક્લિક કરો.
  3. GSSSB પસંદ કરીને જાહેરાત નંબર 458/2026-27, Staff Nurse વર્ગ-3 પસંદ કરો.
  4. અરજી ફોર્મમાં Personal Details અને Educational Details ભરો.
  5. જરૂરી ફોટોગ્રાફ અને સહી JPG ફોર્મેટમાં અપલોડ કરો.
  6. અરજીમાં ભરેલી તમામ વિગતો ચકાસ્યા બાદ Confirm Application પર ક્લિક કરો.
  7. અરજીનો Confirmation Number સાચવી રાખો.
  8. લાગુ પડતી પરીક્ષા ફી 15 ઓક્ટોબર 2026 સુધીમાં ઓનલાઈન ભરો અને ફીની રસીદ સાચવી રાખો.

ઉમેદવારોએ અરજી કન્ફર્મ કરતાં પહેલાં તમામ વિગતો અને પ્રમાણપત્રો કાળજીપૂર્વક ચકાસવા જરૂરી છે. અરજી કન્ફર્મ થયા બાદ તેમાં સુધારો કરી શકાશે નહીં.

Important Links (મહત્વપૂર્ણ લિંક્સ)

લિંકવેબસાઇટ
ઓનલાઈન અરજીApply Online
સત્તાવાર ભરતી વેબસાઇટGSSSB
ભરતીની જાહેરાતNotificaion

Conclusion

GSSSB Staff Nurse Recruitment 2026 હેઠળ કુલ 131 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. B.Sc. Nursing અથવા GNM લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ ભરતીમાં અરજી કરવાની તક છે. ઉમેદવારોએ 12 ઓક્ટોબર 2026 પહેલાં ઓનલાઈન અરજી કરીને 15 ઓક્ટોબર 2026 સુધી પરીક્ષા ફી ભરવાની રહેશે.

Leave a Comment