BMC Recruitment 2026: મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની 75 જગ્યાઓ માટે ભરતી, જાણો સંપૂર્ણ માહિતી.

BMC Recruitment 2026 : ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જાહેરાત ક્રમાંક /BMC/2026-27/14 હેઠળ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) (અર્બન મેલેરિયા) સંવર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 75 જગ્યાઓ ભરવામાં આવશે. આજે આપણે આ લેખ માં આ ભરતી વિષે ની તમામ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો.

BMC Recruitment 2026 Overview

વિગતોમાહિતી
ભરતી સંસ્થાભાવનગર મહાનગરપાલિકા
જાહેરાત ક્રમાંકBMC/2026-27/14
પોસ્ટનું નામમલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) (અર્બન મેલેરિયા)
કુલ જગ્યાઓ75
ભરતીનો પ્રકારસીધી ભરતી
જોબ લોકેશનભાવનગર
અરજી મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઇટbmcgujarat.com

BMC Recruitment 2026 Important Dates

કાર્યક્રમતારીખ
ઓનલાઈન અરજી શરૂ20/08/2026, સવારે 09:00 કલાકે
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ15/09/2026, રાત્રે 11:59 કલાક સુધી
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ17/09/2026
પરીક્ષા/મૌખિક કસોટીમંડળ દ્વારા નક્કી કરવામાં આવશે

BMC Recruitment 2026 Application Fee

કેટેગરીઅરજી ફી
બિનઅનામત વર્ગ₹1,000/-
અનામત વર્ગ₹500/-

અરજી ફી ઉપરાંત પોસ્ટલ સર્વિસ ચાર્જ ભરવાનો રહેશે. ફી પોસ્ટ ઓફિસ મારફતે ભરવાની રહેશે. અરજી ફી કોઈપણ સંજોગોમાં પરત મળવાપાત્ર નથી.

BMC Recruitment 2026 Vacancies

પોસ્ટનું નામકુલ જગ્યાઓ
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) (અર્બન મેલેરિયા)75
કુલ75

જાહેરાતમાં કુલ 75 જગ્યાઓ દર્શાવવામાં આવી છે. તેમાં અનામત વર્ગ મુજબની જગ્યાઓની ફાળવણી પણ કરવામાં આવી છે.આ ઉપરાંત માજી સૈનિક માટે 10% અને શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો માટે 4% અનામત અંગેની જોગવાઈ દર્શાવવામાં આવી છે.

BMC Recruitment 2026 Eligibility, Qualification & Age Limit

શૈક્ષણિક લાયકાત

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) (અર્બન મેલેરિયા)ની પોસ્ટ માટે ઉમેદવાર પાસે નીચે મુજબની લાયકાત હોવી જોઈએ:

  • સરકાર માન્ય સંસ્થામાંથી M.P.H.W. અથવા સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ.
  • કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.

ઉંમર મર્યાદા

અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉંમરની મર્યાદા લાગુ પડશે નહીં, પરંતુ તેમની મહત્તમ ઉંમર મર્યાદા 58 વર્ષ રહેશે.

વિવિધ કેટેગરીના ઉમેદવારોને નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

કેટેગરીઉંમરમાં છૂટછાટ
સામાન્ય મહિલા ઉમેદવાર5 વર્ષ
અનામત વર્ગના પુરુષ ઉમેદવાર5 વર્ષ
અનામત વર્ગની મહિલા ઉમેદવાર10 વર્ષ
સામાન્ય વર્ગના દિવ્યાંગ પુરુષ5 વર્ષ
સામાન્ય વર્ગની દિવ્યાંગ મહિલા10 વર્ષ
અનામત વર્ગના દિવ્યાંગ પુરુષ10 વર્ષ
અનામત વર્ગની દિવ્યાંગ મહિલા15 વર્ષ
માજી સૈનિકસરકારના નિયમ મુજબ

તમામ કેટેગરીના ઉમેદવારોને મળવાપાત્ર છૂટછાટ સાથેની ઉંમર કોઈપણ સંજોગોમાં 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

કોમ્પ્યુટર લાયકાત

ઉમેદવાર પાસે સરકાર માન્ય તાલીમ સંસ્થાનું કોમ્પ્યુટર બેઝિક નોલેજનું પ્રમાણપત્ર અથવા માર્કશીટ હોવી જોઈએ. માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી કોમ્પ્યુટર સંબંધિત ડિપ્લોમા, ડિગ્રી અથવા સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તો પણ માન્ય રહેશે.

ડિગ્રી અથવા ડિપ્લોમાના અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર વિષય હોય અથવા ધોરણ 10/12માં કોમ્પ્યુટર વિષય સાથે પરીક્ષા પાસ કરેલી હોય તો પણ તે અંગેનું પ્રમાણપત્ર માન્ય રહેશે.

BMC Recruitment 2026 Selection Process

આ ભરતીમાં ભાવનગર મહાનગરપાલિકાની પસંદગી સમિતિ અરજીઓની સંખ્યા અને ભરવાપાત્ર જગ્યાઓને ધ્યાનમાં રાખીને યોગ્ય કટ ઓફ નક્કી કરી શકે છે. ત્યારબાદ મેરીટ લિસ્ટ તૈયાર કરીને શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને લેખિત પરીક્ષા અથવા મૌખિક કસોટી માટે કોલલેટર આપવામાં આવશે.

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની 75 જગ્યાઓ માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતના કોર્સની ટકાવારીના આધારે મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ પસંદગી સમિતિ દ્વારા નક્કી કરેલા ઉમેદવારોને લેખિત પરીક્ષા અથવા મૌખિક કસોટી માટે બોલાવવામાં આવશે. સમાન ગુણ ધરાવતા ઉમેદવારોને પણ કોલલેટર આપવામાં આવશે.ફાઇનલ મેરીટ લિસ્ટ તૈયાર કરતી વખતે લેખિત પરીક્ષા અથવા મૌખિક કસોટીના પરિણામનું વેઇટેજ ગણવામાં આવશે.

BMC Recruitment 2026 Online Application Process

ઉમેદવારોએ અરજી કરવા માટે OJAS વેબસાઇટ પર જઈને નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે:

  1. OJAS વેબસાઇટ ખોલવી.
  2. Apply Online પર ક્લિક કરવું.
  3. મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) (અર્બન મેલેરિયા) પોસ્ટ પસંદ કરવી.
  4. Apply Now પર ક્લિક કરવું.
  5. Personal Details ભરવી.
  6. Educational Details ભરવી.
  7. Additional Qualification ભરવી.
  8. Experience Details ભરવી.
  9. Additional Information ભરવી.
  10. Self Declarationમાં Yes/No પસંદ કરવું.
  11. Save કર્યા બાદ Application Number મળશે.
  12. Photograph અને Signature અપલોડ કરવા.
  13. Application ચેક કરીને Confirm Application કરવું.
  14. Confirmation Number સાચવી રાખવો.
  15. Print Application કાઢીને સાચવી રાખવી.
  16. Print Challan દ્વારા અરજી ફી ભરવી.

Photoનું માપ 5 સેમી ઊંચાઈ અને 3.6 સેમી પહોળાઈ તથા Signatureનું માપ 2.5 સેમી ઊંચાઈ અને 7.5 સેમી પહોળાઈ રાખવાનું રહેશે. Photo અને Signature JPG ફોર્મેટમાં 15 KBથી વધુ ન હોવા જોઈએ.

BMC Recruitment 2026 Important Links

લિંકવિગતો
Apply OnlineOJAS
Official Websiteભાવનગર મહાનગરપાલિકા
NotificationBMC Recruitment 2026

Leave a Comment