SSC GD Recruitment 2026: SSC દ્વારા 2026 માટે વિવિધ પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના વિવિધ સુરક્ષા દળોમાં સેવા આપવા ઈચ્છતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે. આ ભરતીમાં મોટી સંખ્યામાં જગ્યાઓ જાહેર થઈ છે અને 10મી પાસ ઉમેદવારો પણ અરજી કરી શકે છે. સરકારી નોકરીની શોધમાં રહેલા યુવાનો માટે આ ભરતી અત્યંત મહત્વપૂર્ણ છે.
મહત્વની તારીખો
આનલાઈન અરજી કરવાની શરૂઆત 1 ડિસેમ્બર 2025 થી થઈ ગઈ છે, જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે. અરજીમાં સુધારો કરવાની તક 8 થી 10 જાન્યુઆરી 2026 વચ્ચે ઉપલબ્ધ રહેશે. લેખિત પરીક્ષા (CBT) ફેબ્રુઆરી થી એપ્રિલ 2026 વચ્ચે યોજાવાની શક્યતા છે.
પોસ્ટનું નામ અને જગ્યાઓની સંખ્યા
આ ભરતીમાં “Constable GD / Rifleman GD” પોસ્ટ માટે કુલ 25,487 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. પુરુષ ઉમેદવારો માટે 23,467 જગ્યાઓ અને મહિલા ઉમેદવારો માટે 2,020 જગ્યાઓ ફાળવવામાં આવી છે. પસંદ થયેલા ઉમેદવારોને વિવિધ કેન્દ્રીય સુરક્ષા દળોમાં નિમણૂંક આપવામાં આવશે.
પગાર ધોરણ
પસંદ થયેલ ઉમેદવારોને Pay Level-3 હેઠળ ₹21,700 થી ₹69,100 સુધીનો પગાર મળશે. સાથે સાથે અન્ય ભથ્થાં અને લાભો પણ સરકારના નિયમો અનુસાર મળી રહેશે.
પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટે પ્રથમ તબક્કે ઓનલાઈન કમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. ફિઝિકલ ટેસ્ટ પછી પરીક્ષા અને દસ્તાવેજ ચકાસણી દ્વારા અંતિમ પસંદગી કરવામાં આવશે. CBTમાં 80 પ્રશ્નો હશે, નેગેટિવ માર્કિંગ લાગુ રહેશે અને પ્રશ્નપત્ર બહુભાષામાં ઉપલબ્ધ રહેશે.
વય મર્યાદા
આ ભરતી માટે વય મર્યાદા 18 થી 23 વર્ષ વચ્ચે છે. સરકારના નિયમો મુજબ SC, ST, OBC અને પૂર્વ સૈનિક ઉમેદવારોને વય છૂટછાટ મળશે.
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
ઉમેદવાર પાસે 10મી પાસનો માન્ય સર્ટિફિકેટ હોવું આવશ્યક છે. કોઈ ઉચ્ચ શિક્ષણ જરૂરી નથી. સાથે ઉમેદવારે શારીરિક માપદંડો પૂરાં કરવા ફરજિયાત રહેશે. NCC ધરાવતા ઉમેદવારોને વધારાના માર્ક્સ મળશે.
અરજી ફી
સામાન્ય અને OBC ઉમેદવારો માટે અરજી ફી ₹100 નક્કી કરવામાં આવી છે. SC, ST, મહિલાઓ અને પૂર્વ સૈનિક ઉમેદવારો માટે કોઈ ફી નહીં લાગે. અરજી ફી રિફંડ થતી નથી.
અરજી પ્રક્રિયા
ઉમેદવારોએ SSC ની અધિકારીક વેબસાઈટ પર જઈને One-Time Registration પૂર્ણ કરવી રહેશે. ત્યારબાદ GD Constable ભરતી માટેનું ઓનલાઈન ફોર્મ ખોલી તમામ વિગતો સાચી રીતે ભરી, ફોટો અને સહી અપલોડ કરવી. જો અરજી ફી લાગતી હોય તો ઓનલાઈન ચૂકવણી કરવાની રહેશે. ફોર્મ સબમિટ કર્યા પછી તેની પ્રિન્ટ કાઢવી અનિવાર્ય છે. સમયમર્યાદા બાદ આવેલી અરજીઓ માન્ય ગણાશે નહીં.