GSSSB Physiotherapist Recruitment 2025-26,૧૩૮ જગ્યા માટે ભરતી જાહેર

GSSSB Physiotherapist Recruitment 2025-26 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા ફિઝિયોથેરાપીસ્ટ, વર્ગ-૩ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ કમિશ્નરશ્રી આરોગ્ય (ગ્રામ્ય)ની કચેરી અંતર્ગત કરવામાં આવશે. કુલ 138 જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા સીધી ભરતી થશે.

આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા OJAS પોર્ટલ મારફતે લેવામાં આવી રહી છે. જાહેરાત ક્રમાંક 328/2025-26 હેઠળ આ ભરતી બહાર પાડવામાં આવી છે. શરૂઆતમાં અરજીની છેલ્લી તારીખ 23 ડિસેમ્બર 2025 હતી, પરંતુ સમયમર્યાદામાં વધારો કરીને હવે ઉમેદવારો 15 જાન્યુઆરી 2026 સુધી અરજી કરી શકે છે. ભરતી સંબંધિત તમામ વિગતો અધિકૃત જાહેરાત મુજબ રહેશે.

GSSSB Physiotherapist Recruitment 2025-26 Overview

વિગતોમાહિતી
ભરતી સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
જાહેરાત ક્રમાંક328/2025-26
પદનું નામફિઝિયોથેરાપીસ્ટ
વર્ગવર્ગ-3
કુલ જગ્યાઓ138
વિભાગઆરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
ભરતી રીતસ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા સીધી ભરતી
નોકરી સ્થળગુજરાત
પગારપ્રથમ 5 વર્ષ રૂ. 49,600 ફિક્સ
લાયક ઉમેદવારપુરુષ અને મહિલા
અરજી માધ્યમઓનલાઈન
અધિકૃત વેબસાઇટojas.gujarat.gov.in

GSSSB Physiotherapist Recruitment 2025-26 Important Dates

ઘટનાતારીખ
અરજી શરૂ તારીખ09 ડિસેમ્બર 2025
અરજી છેલ્લી તારીખ15 જાન્યુઆરી 2026

GSSSB Physiotherapist Recruitment 2025-26 Application Fee

કેટેગરીફી
બિન અનામતરૂ. 500
અનામત કેટેગરી / મહિલારૂ. 400

નોંધ: પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત આપવામાં આવશે.

GSSSB Physiotherapist Recruitment 2025-26 Vacancies, Eligibility, Qualification, Age Limit

કુલ જગ્યાઓ:
ફિઝિયોથેરાપીસ્ટ વર્ગ-3 માટે કુલ 138 જગ્યાઓ છે. કેટેગરી પ્રમાણે અનામત લાગુ પડશે.

શૈક્ષણિક લાયકાત:
ઉમેદવારે ભારતની કોઈ માન્ય યુનિવર્સિટીમાંથી ફિઝિયોથેરાપીમાં બેચલર ડિગ્રી મેળવી હોવી જોઈએ.
કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જરૂરી છે.
ગુજરાતી અથવા હિન્દી ભાષાનું જ્ઞાન આવશ્યક છે.વધુ માહિતી માટે નોતોફીકેસન વાંચો

ઉંમર મર્યાદા:
23 ડિસેમ્બર 2025 ના રોજ ઉમેદવારની ઉંમર 18 થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
અનામત કેટેગરી, મહિલા, દિવ્યાંગ અને માજી સૈનિક ઉમેદવારોને સરકારના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ મળશે.

GSSSB Physiotherapist Recruitment 2025-26 Selection Process

આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી એક તબક્કાની સ્પર્ધાત્મક પરીક્ષા આધારે કરવામાં આવશે. પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી થશે.

GSSSB Physiotherapist Recruitment 2025-26 Exam Pattern

પરીક્ષા MCQ પ્રકારની હશે અને CBRT / OMR પદ્ધતિથી લેવામાં આવશે.

Part-A

વિષયગુણ
તાર્કિક કસોટી અને Data Interpretation30
ગણિતીય કસોટી30
કુલ60

Part-B

વિષયગુણ
ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન30
સંબંધિત વિષય (ફિઝિયોથેરાપી)120
કુલ150

કુલ પ્રશ્નો: 210
કુલ સમય: 3 કલાક
નેગેટિવ માર્કિંગ: દરેક ખોટા જવાબ માટે 1/4 ગુણ કપાશે.

GSSSB Physiotherapist Recruitment 2025-26 Import Link

Notification PDFNotification
ઓનલાઈન ફ્રોમ માટે ની LinkApply Online
ઓફિસીઅલ વેબસાઈટ OJAS

Leave a Comment